4 બાળકોની માતા સસરાના પ્રેમમાં પડી, પોલીસ સ્ટેશનમાં થયા લગ્ન, 6 મહિના પહેલા પતિનું થયું હતું મોત
બિહારના ગોપાલગંજથી એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે કે વાત ન પૂછો. ચાર બાળકોની માતા કાકા સસરા પર મોહી ગઈ અને પતિના મોતના 6 મહિના બાદ સસરા સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધુ.
બિહારના ગોપાલગંજથી એક એવો અજીબોગરીબ મામલો સામે આવ્યો છે કે વાત ન પૂછો. ચાર બાળકોની માતા કાકા સસરા પર મોહી ગઈ અને પતિના મોતના 6 મહિના બાદ સસરા સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધુ. ઘરવાળા જોતા રહી ગાય અને પોલીસ પણ તેમને રોકી શકી નહીં આખરે લગ્ન થઈ ગયા. આ પ્રેમકહાની હાલ ચર્ચાના ચગડોળે ચડી છે.
આ મામલે સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારી મુજબ ગોપાલગંજના ભોરા પોલીસ મથક વિસ્તારના દુબવલિયા ગામની રહીશ સીમા દેવીએ તેના કાકા સસરા તુફાની સાહ સાથે લગ્ન કરી લીધા. વાત જાણે એમ છે કે એક યુવકનું છ મહિના પહેલા જ ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું. ઘટના બાદ તેની વિધવા પત્ની સીમા દેવી એકલી રહેતી હતી અને તેમના ચાર બાળકો હતા. જેમનો ઉછેર તે એકલે હાથ કરી રહી હતી. આ દરમિયાન તેના કાકા સસરા તુફાની સાહ તેને મદદ કરવા માટે ઘર પર અવરજવર કરવા લાગ્યા. બાળકોને ઉછેરવામાં તને એક સાથીની જરૂર મહેસૂસ થવા લાગી. એક મહિના પહેલા તેનું દિલ તેના જ કાકા સસરા તુફાની સાહ પર આવી ગયું. બંને વચ્ચે ગૂપચૂપ એક અલગ જ સંબંધ ઉછરવા લાગ્યો.
તેમનો પ્રેમ એવો છાપરે ચડ્યો કે બંને સાથે જીવવા મરવાના કોલ આપવા લાગ્યા. આ વાતની જાણ જ્યારે પરિવારને થઈ તો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. રવિવારે સીમા પોતે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. તેના પરિજનો આ સંબંધનો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સીમા તેના કાકા સસરા સાથે લગ્ન કરવા દબાણ કરી રહી હતી. ખુબ મનાવવા છતાં જ્યારે પરિણામ ન આવ્યું તો પોલીસકર્મીઓએ જ મંદિરમાં જઈને તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું.
પોલીસ મથક પરિસરમાં જ મીઠાઈ, વરમાળા, સિંદુર વગેરે મંગાવવામાં આવ્યું. મંદિરમાં ભગવાનની સામે જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. ત્યાં હાજર લોકોએ બંનેને આશીર્વાદ આપ્યા. લગ્ન બાદ તુફાની સાહે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો. તેમની વચ્ચે ક્યારે સંબંધ બની ગયો તે તેમને ખબર જ ન પડી. સીમાએ કહ્યું કે તુફાની સાથે લગ્ન કર્યા બાદ તે ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube